/connect-gujarat/media/post_banners/1782d61363e3b8d08beb20d5debc4ea26f0209bea96e47106a6ee097ba0f272b.jpg)
સાબરકાંઠા જિલ્લાના ઈડરના અનિતા ગોસ્વામીએ સોઈલ આર્ટ થકી માટીની અલગ અલગ વસ્તુઓ બનાવી છે. માટીના અલગ અલગ ડિઝાઈનની વિવિધ સામગ્રી જેમ કે, દીવડા તથા ઘર સુશોભનની વસ્તુઓ સસ્તા ભાવમાં લોકોને મળી રહે તે માટે એક્ઝિબિશન યોજ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના ઇડરના પ્રકૃતિપ્રેમી તથા વર્ષોથી અબાકસ એકેડેમીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનિતાબેન ગોસ્વામી વર્ષોથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે. માટીની વસ્તુઓ બનાવી એક્ઝિબિશન કરી તેનું વેચાણ કરે છે.દિવાળી તહેવારને અનિતાબેન ગોસ્વામીએ દિવડા અને સુશોભિત ચીજ વસ્તુઓનું એક્ઝિબિશન યોજ્યું હતું.સાબરકાંઠા ઈડરમાં રહેતા પ્રાકૃતિ પ્રેમી અનિતાબેનને માટીની વસ્તુઓ બનાવવાનો અનેરો શોખ છે. અનિતાબેન માટીની અવનવી વસ્તુઓ બનાવે છે.તેઓ ઈડર ગઢ બચાવો આંદોલનથી લઈ પ્રકૃતિ જતન માટે મિશન ગ્રીન ઈડર જેવી અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે.આ બાબતે અનિતાબેન ગોસ્વામી કહે છે કે, તેઓ ઈડર ગઢ બચાવો આંદોલનથી લઈ પ્રકૃતિ જતન માટે મિશન ગ્રીન ઈડર જેવી અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે.સાથોસાથ તેઓ યુસીમાસ (અબાકસ) એકેડમીમાં 16 વર્ષથી ફરજ બજાવે છે અને તેઓને લોકો સમક્ષ આપણી સંસ્કૃતિ તથા તહેવારોમાં ઉપયોગ થતી અનેક માટેની ચીજવસ્તુઓ બનાવે છે. તેમણે હાલમા જ બે દિવસ માટે માટીમાંથી બનાવેલી ચીજ વસ્તુઓનો એક્ઝિબિશન યોજ્યું હતું.