Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ખાનગી સ્કૂલને પણ ટક્કર મારે એવી અંતરિયાળ વિસ્તારની આ સરકારી શાળા નિહાળી રહી જશો દંગ

ખેડબ્રહ્માની પરોયા પ્રાથમિક શાળા ખાનગી સ્કૂલને મારે છે ટક્કર પ્રોજેક્ટર દ્રારા સરકારી શાળામાં અપાય છે શિક્ષણ

X

સાબરકાંઠા જીલ્લામાં ખાનગી શાળાઓને ટક્કર આપતી એક એવી શાળા કે જે ટ્રાઈબલ વિસ્તારમાં આવેલી છે અને અહિ બાળકોને ડીજીટલ સાથે અલગ જ પ્રકારનુ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે જે થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિત પણે હાજરી આપે છે.

આ છે સાબરકાંઠા જીલ્લા અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મામાં આવેલી પરોયા પ્રાથમીક શાળા કે જે સંપુર્ણ સુવિધાઓથી સજ્જ છે આમ તો આ ગામની વસ્તી ૨૦૦૦થી વધુ છે અને શાળામાં બાળકોની સંખ્યા ૨૨૩ છે તો આચાર્ય સહિત શાળામાં કુલ ૮ શિક્ષક, શિક્ષીકા છે. વાત કરીએ શાળાની તો શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ અપાય છે.કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, શાળા તત્પરતા વર્ગ, સુવિઘાથી સંપન્ન વર્ગો, શાળાઓની દિવાલો પર શિક્ષણ સાથે જાણવાજેવુના ભીંત ચિત્રો, પ્રોજેક્ટર દ્રારા શિક્ષણ જેવી અધતન સુવિધાઓ આ પ્રાથમિક શાળામાં અપાઈ રહી છે જે સુવિધાઓ ખાનગી શાળાને પણ ટક્કર આપી રહી છે તો શિક્ષકો દ્વારા પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાઈ રહ્યુ છે.

Next Story