ભાજપના પીઢ નેતા શંભુજી ઠાકોરના દુઃખદ અવસાનથી શોક

ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે.74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બીમાર હતા.

a
New Update

ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે.74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બીમાર હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે. 

ભાજપના પીઢ નેતા ગણાતા શંભુજી ઠાકોર 2007,2012 અને 2017માં ગાંધીનગર દક્ષિણ મત વિસ્તાર માંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

  

#Gujarat #CGNews #died #Veteran BJP leader #Shambhuji Thakor
Here are a few more articles:
Read the Next Article