સાપુતારા: રૂ.1 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
સાપુતારા: રૂ.1 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

સાપુતારામાં નિર્માણ પામ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

રૂપિયા 1 કરોડના ખર્ચે PHCનું નિર્માણ

લોકાર્પણ સમારોહનું કરાયું આયોજન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.ભારતી પવાર રહ્યા ઉપસ્થિત

એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાયું

ગીરિમથક સાપુતારામાં રૂપિયા 1 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.ભારતી પવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્ય કક્ષાના મંત્રી ડો. ભારતી પવાર તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષતામાં સાપુતારામાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાપુતારા ખાતે રૂપિયા ૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માઈનર ઓપરેશન થીયેટર, પ્રિ ઓપરેશન રૂમ, લેબર રૂમ વિથ બેબી રૂમ, ઇન્ડોર દર્દીઓ માટે કુલ ૧૨ બેડ સુવિધાયુક્ત સ્ત્રી - પુરુષ વોર્ડ વિથ ટોયલેટ બાથરૂમ, અધ્યતન લેબોરેટરી, ડ્રેસિંગ અને ઈન્જેકશન રૂમ, ડીસ્પેન્સરી, કેસ રજીસ્ટર રૂમ, મેડિકલ ઓફિસર, ડોક્ટર આયુષ રૂમ, ઓફિસ અને મેડિકલ સ્ટોર, નર્સીંગ સ્ટેશન વગેરે તમામ ૧ યુનિટ ધરાવતા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Latest Stories