મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠ્યો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ, ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મિત્રોના ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

New Update
gxbgj

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી અનુસારસુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા રોડ પર દુધરેજ ફાટક નજીક IOC પમ્પિંગ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ત્રણેય મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં દિવ્યાંશ અશોક પરમારઇમરાન રમઝાન મોવર અને અફઝલ યુનુસ સિપાઈ નામના ત્રણેય મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતાત્યારે સામેથી માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

જોકેપોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફએક સાથે ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Latest Stories