/connect-gujarat/media/media_files/2025/11/11/narmada-police-2025-11-11-15-33-13.png)
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લા પોલીસે એકતાનગર ખાતે SOUની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
હાલ ભારત પર્વની નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણીનો માહોલ જામ્યો છે, જ્યાં રોજેરોજ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા મંત્રીઓ સહિતના VVIP મહેમાનો આવી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા પોલીસે એકતાનગર ખાતે SOUની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવી ચેકપોસ્ટ ઉભી કરી સમગ્ર પરિસરમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/11/narmada-police-2025-11-11-15-33-25.png)
સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 15મી નવેમ્બર-2025’ના રોજ PM મોદી ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ હાજરી આપવા આવી રહ્યા છે, ત્યારે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂંસપેઠ ન થાય, જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ, SRP અને CRPFના જવાનો દ્વારા સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.