“સેલ્ફ ડિફેન્સ” : સુરતમાં મહિલા પોલીસકર્મીઓને પોતાના આત્મરક્ષણ માટે વિશેષ તાલીમ અપાય...

સુરત પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • મહિલા પોલીસકર્મી માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ

  • આકસ્મિક હુમલા સામે મહિલા પોલીસકર્મી મજબૂત

  • પોતાના આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવી

  • DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત

સુરત પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસકર્મીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓ અને યુવતીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કેપોતાના આત્મરક્ષણ માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છેત્યારે સુરત મહિલા પોલીસકર્મીઓને પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.

સુરત શહેર ઝોન-1ના તમામ પોલીસ મથકના કર્મીઓ હાજર રહ્યા હતાજ્યાં તમામ પોલીસ મથકની મહિલા પોલીસકર્મીઓને આ તાલીમ આપવામાં આવી હતી. જેમાં અચાનક હુમલો થાય ત્યારે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તેના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે DCP આલોક કુમાર, ACP, PI સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" : નવસારી પોલીસે રૂ. 3 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 35 આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

New Update
  • "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ પોલીસની કાર્યવાહી

  • નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો

  • પોલીસે સાયબર ફ્રોડના વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

  • ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરાય

  • સાયબર ક્રાઈમ અંકુશમાં લાવવામાં મહત્વપૂર્ણ અભિયાન

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે એક મોટું અભિયાન છેડ્યું છેજેને "ઓપરેશન સાયબર સ્ટોર્મ" નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરતભરૂચભાવનગરરાજકોટઅમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંત LCB, SOG, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુન્હાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાતરાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે.

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" દરમિયાન 5 મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડફેસબુક આઈ.ડી. ફ્રોડશેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 3 કરોડ 1 લાખ 35 હજારથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારેઅત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા છેજેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનવસારી પોલીસે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" દ્વારા સાયબર ગુનેગારોને સકંજામાં લેવામાં મોટી સફળતા મેળવી છેજે સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે.