/connect-gujarat/media/media_files/2025/02/03/4pLJf4SiJckXzvGwK5Il.jpg)
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર અનામતને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે કોઈપણ નેતાઓ દ્વારા આ વિશે કોઈ ચોક્કસ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે આંદોલનના 10 વર્ષ બાદ ભાજપના નેતા દ્વારા જ આ આંદોલનનું કારણ જણાવવામાં આવ્યું છે. નીતિન પટેલે મહેસાણાના કડીમાં એક સભા દરમિયાન પાટીદાર અનામત આંદોલન પાછળનું કારણ જણાવ્યું હતું.
મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા.જ્યાં તેઓએ પાટીદાર અનામત આંદોલનનું કારણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,90%, 92% અને 95% લાવતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન નહતું મળતું. એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ ઊભો થયો હતો. આ અસંતોષના કારણે પાટીદારોએ આંદોલન કર્યું હતું.