કરોડો રૂપિયાના કૌભાંડના મામલે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા-અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી.

કરોડો રૂપિયાના કૌભાંડના મામલે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા-અર્જુન મોઢવાડિયાને પણ સમન્સ
New Update

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપની બનાવી રૂ. 800 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારે હવે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના સાગરદાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે બંને જણાને સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયુંએ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એમ બંને જણા ભલામણ પત્ર લખ્યા હતા. બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી 6 ઓક્ટોબરના રોજ બંને હાજર રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી ઉપર NDDBના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ છે. સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપની બનાવી નાણાંકીય ગેરરીતિ આચરતા મામલે પોલીસે વિપુલ ચૌધરીની એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જ્યાર બાદ ગઇકાલે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આથી તારીખ 23 સપ્ટેમ્બર બપોરના 12 વાગ્યા સુધી વિપુલ ચૌધરી પોલીસ રિમાન્ડ માં રહેશે જે દરમિયાન 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરાશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Arjun Modhwadia #Vipul Chaudhary #Shankarsinh Vaghela #multi-crore scam case
Here are a few more articles:
Read the Next Article