24 કલાકમાં ભારે પવન અને વરસાદના સંકેત, જાણો ક્યાં થશે શાહીન વાવાઝોડાની અસર

વાવાઝોડું 'ગુલાબ નો કહેર હજુ અટકવાનું નામ નથી લેતો ત્યાં નવું વાવાઝોડું શાહીનની આશંકાથી લોકોમાં ચિંતા થઇ રહી છે.

New Update

વાવાઝોડું 'ગુલાબ નો કહેર હજુ અટકવાનું નામ નથી લેતો ત્યાં નવું વાવાઝોડું શાહીનની આશંકાથી લોકોમાં ચિંતા થઇ રહી છે. આ તોફાન ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે. આનું કારણ એ છે કે, 'શાહીન' નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં બનવાનું છે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પડશે.

શાહીન વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા 'ગુલાબ' વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટને કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું 'શાહીન' સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયા માં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે અને આવતીકાલે 90ની ગતિના પવન ફૂંકાશે. જેથી માછીમારોને 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે, સાથે જ દરિયો તોફાની પણ બનશે. 40 ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે.

Latest Stories