Connect Gujarat
બિઝનેસ

સિંગતેલના ભાવમાં થયો ભડકો, ડબ્બામાં બે દિવસમાં 40 રૂપિયાનો વધારો

તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા ગૃહિણીનો માટે વધુ એક માઠા સામાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.

સિંગતેલના ભાવમાં થયો ભડકો, ડબ્બામાં બે દિવસમાં 40 રૂપિયાનો વધારો
X

તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા ગૃહિણીનો માટે વધુ એક માઠા સામાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે સિંગતેલના ડબ્બામાં બે દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

રાજકોટમાં આજે ખાદ્યતેલોમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ સીંગતેલના ભાવમાં આજે વધુ 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે સિંગતેલનો ડબ્બો 3100ને પાર પહોંચ્યો છે. માર્કેટમાં છેલ્લા બે સિંગતેલના ડબ્બાની કિંમતમાં 40 રૂપિયા વધ્યા છે. અત્યારે બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 3100થી 3150 રૂપિયા છે. ભાવ વધારો થવાનું કારણ મુખ્યત્વે પિલાણબરની મગફળીની ઓછી આવક હોવાનું કહેવાઇ રહ્યું છે. સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવ ભડકો થયો છે. ટામેટાં ડુંગળી બાદ હવે સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી રહી છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સિંગતેલમાં બનાવે છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે.

Next Story