/connect-gujarat/media/media_files/2025/07/19/valsad-sog-2025-07-19-11-59-20.jpg)
વલસાડSOG પોલીસે વાપીGIDC વિસ્તારમાંથી ગેરકાયદેસર બનાવટી હથિયાર સાથે ફરતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં પોલીસ સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડાતત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસવડાએ રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે વલસાડSOG પોલીસે પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે વાપીGIDC વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી હથિયાર સાથે ફરતા ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલ ઈસમ વિક્રમ રોહિત પાસે દેશી પિસ્તોલ ગેરકાયદેસર મળી આવી હતી, ત્યારે હાલ તો વલસાડSOG પોલીસે આરોપી દેશી પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને, કયા કારણોસર તેના પાસે પિસ્તોલ રાખી હતી, તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરી છે.