New Update
વિધાનભામાં રાજ્યનું બજેટ રજૂ
રૂ.4.8 લાખ કરોડનું બજેટ રજૂ
ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાત
ભાડભૂત બેરેજ યોજના માટે જાહેરાત
અંકલેશ્વર એરપોર્ટનું વિસ્તરણ કરાશે
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રૂપિયા 4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું.આ બજેટમાં સરકારે રોજગારી, મહિલા, યુવા, કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે.આ બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દહેજ - સાયખા ઔધોગિક વસાહતોમાં CETP માટે બજેટમાં રૂપિયા 50 કરોડની જોગવાઈ કરાઈ છે.ભરૂચની અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજના માટે આ વખતે પણ અંદાજપત્રમાં રૂ.1700 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ ઉધોગો, કોસ્ટલ અને શહેરી-ગ્રામ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર પણ ભાર મુકાયો છે.અંકલેશ્વર એરપોર્ટ વિસ્તરણ, નર્મદા નદીના બન્ને કાંઠે ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ, પરિક્રમાવાસીઓ માટે સુવિધાની જાહેરાત કરાઈ છે.તો સરદાર સરોવર નર્મદા ડેમ માટે 3317 કરોડ અને SOU માટે 236 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
Latest Stories