સોમનાથ: ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન

પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

સોમનાથ: ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન
New Update

પવિત્ર સોમનાથ મહાતીર્થ ખાતે ત્રિવેણી સંગમ પર ગંગાદશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે પ્રથમ વખત ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો. ગંગામાતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #organized #Mahaarti #Somnath #Triveni Sangam #Ganga Avataran Puja
Here are a few more articles:
Read the Next Article