Connect Gujarat
ગુજરાત

સોમનાથ :સુત્રાપાડાના પ્રાચીતીર્થ ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટી પડયાં, પીપળાના વૃક્ષનું છે મહાત્મય

શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.

X

શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. બુધવારે અમાસના દિવસે શ્રાધ્ધનો છેલ્લો દિવસ હતો...

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અતિ પ્રાચીન તીર્થસ્થાન છે.જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે.પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાંચી તીર્થસ્થાન ખાતે પૌરાણિક પીપળો આવેલો છે.આ પીપળે આજના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષગતિની પ્રાપ્તિ થાય છે. આ તીર્થસ્થાન ખાતે આવવાથી મનને શાંતિ મળે છે. આ સ્થળે સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે...'પૂર્વ તરફ આગળ વધો.' પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે.આજે બુધવતી અમાસનાં દિવસે પ્રાંચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીનાં કુંડમાં સ્નાન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં સાનિધ્યમાં પિતૃતર્પણની વિધિ કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવકુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી.અમાસના દિવસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

Next Story