Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર મેઘમહેર, બારડોલી અને નવસારીમાં વરસાદી પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, બારડોલી,નવસારીમાં વરસાદ વરસ્યો.

X

દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના બારડોલી તેમજ નવસારી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરત જિલ્લાના બારડોલી નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને બારડોલી નગરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા.મેઘરાજાના લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી પરંતુ વરસાદે તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા સ્થાનિકોને તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આ તરફ નવાસરીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને લોકોએ ગરમી તેમજ બફારાથી રાહત મેળવી હતી પરંતુ નવસારીમાં પડેલ સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય હતી. નવસારીના પ્રવેશ દ્વાર એવા અહિંસા દ્વાર પાસે પાણી ભરાય જતા એક તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો અને ગટરનું પાણી માર્ગ પર ફરી વળ્યું હતું ત્યારે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Next Story
Share it