રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર-શો જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024'ને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર-શો જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો…
New Update

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર-શોને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024'ને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર-શોના વિવિધ આકર્ષણોને નિહળ્યા હતા. આ સાથે જ અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા. 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024'ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ તા. 15 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. આ ઉપરાંત 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024' માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મુકવામાં આવ્યા છે. જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે, અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મુકવામાં આવ્યા છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યઓ, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #CGNews #Chief Minister #CM Bhupendra Patel #Ahmedabad #opened #Vibrant Ahmedabad Flower-Show
Here are a few more articles:
Read the Next Article