રાજ્યના નાણામંત્રીએ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.4,08,053 કરોડનું  બજેટ રજૂ કર્યું,દસ વર્ષમાં બજેટમાં થયો વધારો

વર્ષ 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું,જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે

New Update
Gujarat Budget 2026

ગુજરાત  વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ - સામાજિક સુરક્ષામાનવ સંસાધન વિકાસઆંતર માળખાકીય સુવિધાઓઆર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું રૂપિયા 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ નાણાં પ્રધાને રજૂ કર્યું હતું.

વર્ષ 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું,જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.વર્ષ 2016-17માં 1,50138 કરોડ2017-18માં 1,71,071 કરોડ2018-2019માં 1,82,728 કરોડ2019-20માં 2,03,147 કરોડ2020-21માં 2,14,738 કરોડ,  2023-24માં 3,01,465 કરોડ અને 2024-25માં 3,32,465 કરોડનું હતું. આ વર્ષે બજેટનું કદ 400 કરોડને પાર પહોંચ્યું હતું.

જોકે વર્ષ 2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું,જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ2022-23માં 3,39,683 કરોડ2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.

Latest Stories