/connect-gujarat/media/post_banners/63f23be9c4533bb22b825691f398bd2a1070ebc307e95b2708f4a0acf7c5646a.webp)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ જામનગર આવી પહોચ્યા હતા, જ્યાં જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તા. ૧૨ માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.
એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા, અગ્રણીઓ વિમલ કગથરા, રમેશ મૂંગરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, રેન્જઆઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું, કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વિનોદ ભંડેરી, પ્રદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણીયા, જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, એરપોર્ટ ઓથોરીટીના ડિરેક્ટર સચિન ખંગાર સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/1531bcbb7fc5581ee835534f187982887d8b5c70c9efb724c3067cd542d04347.webp)