Connect Gujarat
ગુજરાત

અમરેલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 34 લાખના ચોરીના ડીઝલ-પેટ્રોલ-ડામર જપ્ત કરતાં પોલીસ તંત્રમાં સોપો..!

અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ચાલતા લોલમલોલના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો,

X

અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ચાલતા લોલમલોલના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં રૂ. 34 લાખના ચોરીના ડીઝલ-પેટ્રોલ અને ડામરનો જથ્થો જપ્ત કરવામાં આવતા અમરેલી પોલીસ તંત્રમાં સોપો પડી ગયો છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ માર્ગ પર રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો પડ્યો હતો. જેમાં ડીઝલ-પેટ્રોલ અને ડામર ચોરીનો બિનકાયદેસર જથ્થો SMC દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. રાજુલાના પીપાવાવ ચોકડીથી પીપાવાવ પોર્ટ નજીક રાજધાની હોટેલના કમ્પાઉન્ડમાં આ ચોરાયેલા ડામર, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો SMC દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં ચોરીનું ડીઝલ 12,550 લીટર જેની કિંમત રૂ. 11.54 લાખ, તો ચોરીનું પેટ્રોલ 300 લીટર જેની કિંમત રૂ. 28 હજાર અને ચોરીનું ડામર 19 ટન જેની કિંમત રૂ. 6.27નું ઝડપાયું હતું, જ્યારે 1 ટેન્કર, 1 ફોર વ્હીલ વાહન, 3 મોબાઈલ, રોકડ 33 હજાર 970 સહિત 34 લાખ 17 હજારનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. જોકે, અમરેલી પોલીસ તંત્રના નાક નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રૂ. 34 લાખના ચોરીના ડીઝલ-પેટ્રોલ અને ડામરનો જથ્થો જપ્ત કરવામાં આવતા અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે..

Next Story