બનાસકાંઠા : રાજસ્થાનથી માર્કુંડેશ્વર મહાદેવના દર્શન બાદ પરત ફરતા પરિવારની કાર પર પથ્થરમારો, યુવતીને ઈજા

જાંબુડી ગામ નજીક કાર પર અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો.

New Update
  • રાજસ્થાનમાં ગુજરાતી પરિવાર પર હુમલો

  • માર્કુંડેશ્વર મહાદેવના દર્શન માટે ગયો હતો પરિવાર

  • જાબુંડી ગામ નજીક બની પથ્થરમારાની ઘટના

  • હુમલામાં એક મહિલાને માથાના ભાગે ઇજા

  • ઘટનામાં કારનું ટાયર ફાટતા ચિંતાજનક સ્થિતિ સર્જાય 

  • ચાલકે હિંમત કરી ત્રણ ટાયર પર કાર અંબાજી સુધી પહોંચાડી

રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.સર્જાયેલી ઘટનામાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી.

અમદાવાદનો એક ગુજરાતી પરિવાર રાજસ્થાનના માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો,તે દરમિયાન જાંબુડી ગામ નજીક આ પરિવારની ઇકો કાર પર અજાણ્યા હુમલાખોરોએ પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. કારમાં સવાર યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે અંબાજીની આધ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતાં કાર ચાલકે હિંમતભેર ત્રણ ટાયર પર કાર ભગાવી હતી.મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર પાસે પહોંચ્યો હતો. પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા. યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.