-
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
-
માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
-
ધો-1થી કોલેજના વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન
-
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું
-
મોટી સંખ્યા શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા
ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો-1થી કોલેજ સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું પૂજન અર્ચન કર્યું હતું.
ભારત દેશ એ આધ્યાત્મિક અને સંસ્કૃતિનો દેશ છે, જ્યાં પ્રભુ પહેલા માતા-પિતાનું પૂજન કરવામાં આવે છે, ત્યારે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર અને સિંચનના ઉમદા ભાવ જાગે તેવા ઉદેશ્ય સાથે ભાવનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડયા, કુલપતિ, સંતો-મહંતો સહિતના મહાનુભાવો, ધો-1થી કોલેજ સુધીના 1500 વિદ્યાર્થીઓ સહિત 3 હજાર વાલીઓ જોડાયા હતા. ભુદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલી માતૃ-પિતૃ વંદનાના અતિસુંદર દ્રશ્યો સર્જાયા હતા.