ચોમાસાની શરૂઆત થતાંની સાથે જર્જરીત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. સુરતના ગોલવાડમાં ત્રણ મજલીનું મકાન તુટી જવાથી 3 લોકોને ઇજા પહોંચી હતી.
સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં એક 3 માળનું જર્જરીત મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.એકાએક જ ત્રણથી ચાર માળ ઊંચું મકાન ધરાશાયી થઇ જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગે પહોંચી કાળમાળ નીચે કોઈ ફસાયું નથી તેની તપાસ કરી હતી. જેમાંથી એક 13 વર્ષીય બાળકને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. દરમિયાન મેયર પર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમયે મકાનમાં પોતાની કિંમતી વસ્તુઓ લેવા જવા માટે મહિલા જીદ કરી રહ્યા હતા. પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યા પરંતુ તે માન્યાં ન હતાં. આખરે મહિલા સાથે મેયર હેમાલી બોઘાવાલા પણ તેની સેફ્ટીને ધ્યાનમાં રાખીને તેની સાથે ફાયર વિભાગની સીડીની મદદ લઈને મકાનમાં ગયાં હતાં. મહિલાએ તેના ઘરમાંથી કિમંતી સામાન લઇ લીધા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. દર વર્ષે ચોમાસા પહેલાં જર્જરીત મકાનોના માલિકોને તેમના મકાનો રીપેર કરાવી લેવા અથવા અન્ય સ્થળોએ ખસી જવા નોટીસ આપવામાં આવે છે પણ મકાનમાલિકો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે જર્જરીત મકાનોમાં રહેવા મજબુર બન્યાં છે.