Connect Gujarat
ગુજરાત

સુરત: કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા કરાઇ

સુરતમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે

X

સુરતમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે ચોરી, લૂટફાટની ઘટનાઓ ધોળા દિવસે બની રહી છે. સુરતમાં કાપોદ્રામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું ઘરમાં ઘુસી ગળું કાપી હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઇ છે.

ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

હાલ તપાસ ચાલી રહી છે.ઘરમાંથી મહિલાનો મૃતદેહ કાઢી હાલ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિકની ટીમ પણ બોલાવી હત્યાના પુરાવા એકઠા કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સોસાયટીના લોકોના નિવેદન પણ લેવાઈ રહ્યા છે તેમજ સીસીટીવી પણ પોલીસ ખંગાળી રહી છે. જોકે હજુ સુધી મહિલાની હત્યા શા કારણે કરવામાં આવી તેની કોઈ વિગત સામે આવી નથી પણ હત્યારા આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story