Connect Gujarat
ગુજરાત

સુરત : મેયરના નિવાસ સ્થાન પાછળ વર્ષે રૂ. 26 લાખનો ખર્ચ, ખોટા ખર્ચા સામે AAPનો વિરોધ...

પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરીને સુરતના મેયરનો બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે.

X

પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરીને સુરતના મેયરનો બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, વર્ષે દહાડે થતાં રૂ. 26 લાખના ખર્ચને લઈને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

એક તરફ સુરત મહાનગરપાલિકાની તળિયા ઝાટક તિજોરી જોવા મળી રહી છે. તો બીજી તરફ, ખર્ચમાં કોઈપણ પ્રકારની કસર શાસકો રાખી રહ્યા નથી. મેયરનો બંગલો ધોળા હાથી જેવો પૂરવાર થઈ રહ્યો છે. સુરતના મેયર બંગલો અલગ અલગ વિવાદો વચ્ચે સામે આવ્યો છે. બંગલાના વપરાશથી લઈને બંગલા પાછળ થતો ખર્ચ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આપના કોર્પોરેટર દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી. તેમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ સામે આવી છે. જોકે, બંગલોમાં માત્ર સિક્યુરિટી અને ગાર્ડનિંગ પાછળ રૂપિયા 26 લાખ રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરવામાં આવી રહ્યો છે. એ સિવાય પણ ઘણા એવા ખર્ચા થઈ રહ્યા છે કે, જે બતાવવામાં આવતા નથી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયર બંગલાને સંબંધિત અનેક માહિતીઓ માંગવામાં આવી છે. પરંતુ પૂર્ણ રીતે માહિતી આપવામાં આવી નથી. આશ્ચર્યજનક રીતે બિલમાં જે ખર્ચ બતાવવામાં આવ્યો છે. તે વીજ બીલ 1 વર્ષનો હોય તેવું લાગતું નથી. મેયર બંગલાની અંદર વીજ બિલને લઈને પૂરો ખર્ચ કેટલો છે, તેની પણ વિગત આપવામાં આવી નથી. તે સિવાય અન્ય જે ખર્ચા થઈ રહ્યા છે. તેની પણ માહિતી છુપાવવામાં આવી હોવાનો આપના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.

Next Story