સુરત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ-વેસુ ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે 'ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન તેમજ રૂ.૪૬ કરોડનાં ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતા પ્રાપ્ત અલ્ટ્રા મોડર્ન 'ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ'નું ઉદ્દઘાટન સંપન્ન થયું હતું. પ્રસંગમાં રાજ્યના શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી,ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો,મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહેસાણા પેપર ફૂટવાને નિવેદન આપતા જણાવ્યું હતુ કે અઢી કલાક પછી પેપર બહાર આવ્યું તેમ છતાં સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે નરેન્દ્રભાઈ મોદીએ લેખિત પરીક્ષાની એવી ગોઠવણ કરી છે કે તમામને યોગ્ય રીતે પરીક્ષા આપી શકે કોઈ ને આ બાબતે આરોપ કરવા હોય તો સરકાર પાસે આવે