Connect Gujarat
ગુજરાત

સુરત : કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી એમ્બ્રોડરી ટ્રેડ-જરી ઉદ્યોગમાં આર્થિક મંદીનો માહોલ..!

છેલ્લા 2 વર્ષથી એમ્બ્રોડરી-જરી ઉદ્યોગમાં આવી આર્થિક મંદી, વ્યવસાય વેરો સહિતના અન્ય ટેક્સમાં રાહત મળે તેવી માંગ.

X

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી આર્થિક મંદીનો સામનો કરી રહેલા સુરત એમ્બ્રોડરી ટ્રેડ અને જરી એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. જેમાં વ્યવસાય વેરો અને વિજબીલ સહિતના ટેક્સમાં રાહત અપાય તે માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

કોરોના મહામારીના કારણે સૌકોઈના ધંધા-રોજગાર પર માઠી અસર પહોંચી છે. જેમાંથી સુરતનો એમ્બ્રોડરી ટ્રેડ એન્ડ જરી ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી. છેલ્લા 2 વર્ષથી સુરતનો એમ્બ્રોડરી ટ્રેડ અને જરી ઉદ્યોગ મંદિના વાવર વચ્ચેથી પસાર થઇ રહ્યો છે. જેના કારણે તમામ પ્રકારના ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બન્યું છે. કોરોનાના કારણે પહેલાથી જ એમ્બ્રોડરી ટ્રેડ એન્ડ જરી ઉદ્યોગનો ધંધો મરણ પથારીએ છે. તેવામાં પાલિકા દ્વારા આ ઉદ્યોગને વ્યવસાય ટેક્સ સહિતના વેરાનું ભારણ આપવામાં આવ્યું છે.

હાલની સ્થિતિએ ઉદ્યોગના 1100 સભ્યો દ્વારા 1.25 લાખ કારીગરોને હેમખેમ રોજગારી આપી તેઓના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરવામાં આવી રહી છે. પરંતુ ઉદ્યોગ હાલની સ્થિતિએ ફરી બેઠો થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી, ત્યારે પાલિકાના વ્યવસાય ટેક્સ અને વિજબીલ સહિતના ટેક્સમાંથી સુરત એમ્બ્રોડરી ટ્રેડ એન્ડ જરી ઉદ્યોગને રાહત આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Next Story