સુરત: રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પોલીસે રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતા ફરતા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
સુરત: રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતા ફરતા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સમગ્ર દેશમાં કુખ્યાત નામ ધરાવનાર રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતાફરતા કુખ્યાત સાગરીતોને સુરતથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનના જુંજનું જિલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેના ઝઘડાને કારણે લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી 7 ઈસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ બદલી દેવામાં આવી હતી. ડ્રાઇવર અને કૂકને સાથે રાખીને રહેતા હતા. કોઈપણ પ્રકારનો સંપર્ક ના થઈ શકે એ રીતે રહેતા હતા. જેથી પોલીસ કે અન્ય કોઈપણ દુશ્મન તેમના સુધી ન પહોંચે એની પર ખાસ ધ્યાન રાખતા હતા, પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એ જગ્યાએ રેડ કરીને કુલ સાત જેટલા સાગરીતની ધરપકડ કરી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.