સુરતમાં વિઘ્નહર્તાનું વિસર્જન
ગૃહમંત્રીએ લીધી વિસર્જન સ્થળની મુલાકાત
ગણપતિ બાપ્પા મોર્યના લગાવ્યા નારા
CMની વિદેશ યાત્રાની વાત અફવા,જણાવતા હર્ષ સંઘવી
અફવા ફેલાવનાર સામે નોટિસ ઇશ્યુ કરવામાં આવી
સુરત શહેરમાં બાપાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ સુરતના હાર્દ સમા ગણાતા ભાગળ ચાર રસ્તા પર વિસર્જન યાત્રાની મુલાકાત લીધી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ બાપા મોર્યાના નાદમાં સુરથી સુર પુરાવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત,ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા થઈ રહી છે,મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી. આ માત્ર એક અફવા છે જેને ફેલાવવામાં આવી છે. અફવા ફેલાવનારને નોટિસ મોકલવામાં આવી છે.વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે.આ મામલે ગંભીરતા પર પૂર્વક પગલાં લેવામાં આવશે.બેજવાબદારી પૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.