Connect Gujarat
ગુજરાત

સુરત : શાકભાજીની જેમ પલસાણામાં ખુલેઆમ ગેરકાયદે LPG ગેસ રીફલિંગ કરાતાં તંત્ર દોડતું થયું...

એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે.

X

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શાકભાજીની જેમ ખુલેઆમ ગેરકાયદે LPG ગેસનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં માઈક લગાવી 80 રૂપિયે કિલો ગેસ રીફલિંગ કરાતા અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. જેનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ ભારત સરકાર ઘર ઘર ગેસ સિલિન્ડરની ઝુંબેશ સાથે ગરીબ વ્યક્તિઓના ઘર સુધી ચૂલો સળગે તે પ્રકારની સુવિધાઓ ઉભી કરી રહી છે. તો બીજી તરફ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખુલ્લેઆમ માઈક લગાવી LPG ગેસ રીફલિંગનો ગેરકાયદે વેપલો કરવામાં આવી રહ્યો છે. જાહેર માર્ગ પર માઈક લગાવી વજન કાંટો મૂકી 80 રૂપિયે કિલો LPG ગેસનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમ ગણાતા જોળવા, તાતીથૈયા, વરેલી, બલેશ્વર અને પલસાણા ખાતે જાહેરમાં શાકભાજીની જેમ LPG ગેસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનો વિડિયો સિકીયલ મીડિયામાં વાયરલ થતા મામલતદારની ટીમ દોડતી થઈ હતી. પુરવઠા વિભાગના રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદે વેપલા પર મામલતદારે રેડ કરી હતી. બલેશ્વર અને તાતીથૈયા ખાતે રેડ કરી રૂપિયા 26 હજારથી વધુનો મુદ્દામાલ કરવામાં જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, પુરવઠા વિભાગની મિલીભગત હોય તેમ કોઈ ઠોસ કાર્યવાહી નહીં થતાં હજુ સુધી એકેય આરોપીની અટક સુદ્ધા કરવામાં આવી નથી. તો બીજી તરફ, માત્ર રેડ અને કાર્યવાહીના નામે પુરવઠા વિભાગ બચાવ કરતું જોવા મળ્યું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.

Next Story