Connect Gujarat
ગુજરાત

સુરત: લોકડાઉનના કારણે વેપાર રોજગાર ન મળતા શિક્ષિત યુવાનોએ આપ્યો લૂંટના ગુનાને અંજામ

કડોદરામાં જ્વેલરી શોપમાં થયેલ લૂંટનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ.

X

સુરતના કડોદરા ખાતે સોના ચાંદીના દાગીનાની દુકાનમાં લૂંટના ગુનાને અંજામ આપનાર લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી છે. કોરાના કારણે ધંધા રોજગાર બંધ થતાં પેટનો ખાડો પુરવા યુવાનો લૂંટના રવાડે ચઢ્યા હોવાનો ખુલાસો થયો છે.

હાલ કોરાનાના કહેરને અટકાવવા અપાયેલ લોક ડાઉનમાં વેપાર રોજગાર ઠપ્પ થઈ ગયા હતા આવા સમયે ઘણા લોકો પૈસા કમાવાના શોર્ટકટ રસ્તાઓ શોધી રહ્યા છે અને ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આવી એક ઘટના સુરતના કડોડરા ખાતે પ્રકાશમાં આવી હતી. કડોદરાના સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ એસજી સોના દાગીનાની દુકાનમાં ગત 1લી તારીખના સવારના સમયે ચાંદીનું લુઝ જોઈએ છેનું કહી લૂંટારું દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં કામ કરતા કર્મચારીને બંધક બનાવી દુકાનમાં રહેલ સોના,ચાંદી,દાગીના તેમજ રોકડ લઈ ભાગી ગયા હતા ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો દુકાનમાં રહેલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તાતીથૈયા ગામની સીમમાં એક મોટા ટાવર નીચે ઘટના ને અંજામ આપનાર લૂંટારુઓ દાગીના રોકડનો ભાગ પાડી રહ્યા છે જે બાતમી વાળી જગ્યાએ જઈ પોલીસે લૂંટારુઓને ચારેય તરફથી ઘેરી મોકો મળતા જ 5 લૂંટારુંને રૂપિયા 4લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પકડાયેલ લૂંટારુઓની કડક પૂછપરછ કરતા તેઓએ લોકડાઉનના કારણે ધધા રોજગાર બંધ થતાં આ રવાડે ચડ્યા હોવાનું જણાવ્યું હતું,પકડાયેલ 5 લૂંટારુંમાંથી પોનું કુમાર નામના આરોપીએ બી.ટેક. નો અભ્યાસ કરેલો છે પરંતુ કોરાનાના કારણે નોકરી નહિ મળતા લૂંટની પ્રવુતિએ ચડ્યો હોવાનું જણાવ્યું હતું.

Next Story