સુરતમાં બાળકોમાં એમ.આઈ.એસ.સી. નામની બીમારી જોવા મળી હતી. આ બીમારીના સુરતમાં ગયા વર્ષે 129 કેસ હતા જ્યારે આ વર્ષે તે કેસ વધીને 350 જેટલા કેસો સામે આવ્યા છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે ચાલુ વર્ષે આ બીમારીથી બે બાળકોના મોત થયા છે.
સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સુરતમાં બીજી લહેર દરમ્યાન એક તબક્કે સરેરાસ ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્મ્રણ કાબુમાં આવી રહ્યું છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં એમ.આઈ.એસ.સી. એટ્લે કે મલ્ટી સિમટન્સ ઇન ચિલ્ડ્રન નામની બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં 129 જેટલા કેસો હતા અને સદનસીબે એક પણ મોત થયું ન હતું. પરંતુ આ વર્ષે આ બીમારીના કેસો વધીને 350 થયા છે અને આ વર્ષે બે બાળકોના આ બીમારીથી મોત થયા છે. જે એક ચિતાનો વિષય કહી શકાય છે. સુરતમાં આ બીમારીથી એક સચિન વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને પર્વત પાટિયા ખાતે રહેતા 9 વર્ષના બાળકનું મોત થયું છે.
આ અંગે તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, આ બીમારીના કેસો આ વર્ષે વધ્યા છે. પરંતુ આ બીમારીથી મોતનો આંક 0.05 ટકા છે. તેઓએ બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે જો બાળકોમાં એમ.આઈ.એસ.ઈ. ના લક્ષણો ઓળખવા ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય અને વાલીઓ સારવારમાં મોડું કરે જેથી બાળકોના મોત થવાની શક્યતા રહેલી છે.
ડો. નયન પટેલના જણાવ્યા અનુસાર, એમ.આઈ.એસ.સી. બીમારી કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોને થવાની શક્યતા રહેલી છે. જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઇ શકે છે. આ બીમારીથી ડરવાની જરૂર નથી. બસ તકેદારી રાખવાની જરૂર છે અને જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જોઈએ.