/connect-gujarat/media/post_banners/1ed65ac9b2a88fa094943f2f8c738a3a41da1b7cd0fbb0854e719847694c0e5c.jpg)
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન માટે આગામી 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25 ટકા બેઠકો માટે અનામત આવે છે. આગામી 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વાલીઓએ એડમિશનની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે જો કોઈ મૂંઝવણ પડે તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ હેલ્પ ટેક્ષ સેવા શરૂ કરવામાં આવી છે.
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો.અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'જે વાલીઓ પોતાના બાળકોને એડમિશન આરટીઈ મુજબ કરે છે તેવા વાલીઓને એક પણ રૂપિયો ભરવાના આવતો નથી સરકાર દ્વારા દરેક બાળકોને સ્ટેશનરી ખર્ચ માટે રૂપિયા 3 હજાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા 2021-22 માટે શરૂ કરી દેવાઇ છે. વાલીઓ આરટીઈ વેબસાઈટ પર જઈ પોતાના બાળકોનો ઓનલાઇન એડમિશન કરાવી શકે છે.'