Connect Gujarat
સુરત 

સુરત : કોરોના સંક્રમણને અટકાવવા તંત્રની રણનીતિ, અસરકારક કામગીરી કરવા અધિકારીઓને સૂચન..

સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે.

X

સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે. પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વેસુ ખાતે આવેલ સુડા ભવનમાં રીવ્યુ બેઠક કરવામાં આવી હતી.

વર્ષ 2021માં ભારતમાં પ્રસરેલા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે મોટા પ્રમાણમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશભરમાં ભયાવહ સ્થિતિનું સર્જન પણ થયું હતું, ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત સુરત અને રાજકોટથી થઈ હતી. ત્યારબાદ લોકડાઉનના કારણે કોરોનાના કેસ થોડા કાબૂમાં રહ્યા હતા. જોકે, અનલોક થતાંની સાથે જ પોઝિટિવ કેસમાં પુનઃ ઉછાળો આવ્યો હતો. સુરતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે, ત્યારે કિશોરોમાં વેક્સિનેશનનો આજે ત્રીજો દિવસ છે. જેમાં રાંદેર ઝોન વિસ્તારની મોટાભાગની શાળાઓના વાલીઓના સહમતી પત્ર બાદ વિદ્યાર્થીઓને રસી અપાય ચૂકી છે. ઉપરાંત શહેરની પ્રેસિડેન્સી સ્કૂલ અને સુમુલ શાળાના વિધાર્થીઓને પણ વેક્સિન આપવામાં આવી હતી. જોકે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે જ પાલિકાએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ગત મંગળવારે પાલિકા કમિશનર બંચ્છાનિધિ પાનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ઝોનલ અધિકારીઓને જે રીતે બીજી વેવમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી, એ રીતે જ કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ, બેરીકેટીંગ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 અને 108 ઈમરજન્સી સેવાને તમામ કામગીરી અસરકારક કરવા સૂચના અપાય છે.

Next Story