Connect Gujarat
ગુજરાત

સુરત : રૂ. 10 લાખ સુધીની ટુ ઇન વન બ્રેસલેટ રાખડીએ બહેનોમાં જમાવ્યું આકર્ષણ, તમે પણ જુઓ...

સુરતના રાખડી બજાર સહિત જ્વેલર્સ બજારમાં આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર સહિત ડાયમંડ રાખડીની માંગમાં વધારો થયો છે

X

સુરતના રાખડી બજાર સહિત જ્વેલર્સ બજારમાં આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર સહિત ડાયમંડ રાખડીની માંગમાં વધારો થયો છે, ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી ગુજરાત બહારના ગ્રાહકો પણ સુરત આવીને રાખડીની ખરીદી કરી રહ્યા છે.

રક્ષાબંધનો પર્વ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીકનો પર્વ છે, ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી આ વર્ષે સુરતના જ્વેલર્સ દ્વારા અદ્ભુત રાખડી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ અને પ્લેટિનિયમના રૂપમાં અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે રૂપિયા 400ની સિલ્વર રાખડીઓથી લઈ રૂપિયા 10 લાખ સુધીની ગોલ્ડ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જોકે, સિલ્વરથી લઈ ગોલ્ડમાં તૈયાર કરાયેલી રાખડીઓના ઉપયોગ બાદ આ રાખડીને બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે.

પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની એક ભેટ યાદરૂપે રહી જાય તે માટે આ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જ્વેલર્સ વેપારી દ્વારા ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ખાસ ટુ ઇન વન રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. એકથી એક ચડિયાતી રાખડીઓની ખરીદી માટે સુરત જ નહીં મુંબઈથી પણ ગ્રાહકો આવી રહ્યા છે. અહી આવતા મહિલા ગ્રાહકને પણ સિલ્વર, ડાયમંડ અને ગોલ્ડમાં તૈયાર કરવામાં આવેલી રાખડી વધુ પસંદ આવી રહી છે.

Next Story