Connect Gujarat
ગુજરાત

સુરત : વેક્સિનેશનના મહા અભિયાનની વાત માત્ર કાગળ પર, વેક્સિનના જથ્થાની પડી ઘટ

વેક્સિનના જથ્થાની ઘટને કારણે લોકો થયા હેરાન, વહેલી સવારથી જ વેક્સિન લેવા લોકોની કતાર.

X

હાલ સમગ્ર રાજ્યમાં વેક્સિન અંગે લોકોની હાલાકી દિવસેને દિવસે વધી રહી છે. એક તરફ સરકાર અને તંત્ર દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેક્સિનના જથ્થાની ઘટના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે.

સુરતમાં કોરનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ હતી, ત્યારે ત્રીજી લહેર હજુ બાકી છે અને કોરોના હજુ ગયો નથી, તેવામાં સરકાર દ્વારા વેક્સિનેશન માટે મહા અભિયાનની વાત માત્રને માત્ર કાગળ પર જોવા મળતી હોવાના શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. કારણ કે, સુરતમાં રોજિંદા 40થી 60 હજાર વેક્સિનના જથ્થાની જરૂર છે, તેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 15000 વેક્સિનનો જથ્થો મળી રહ્યો છે.

જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. જોકે, 3 દિવસ બંધ રહેલ વેક્સિનેશન ફરીથી શરૂ થયું છે, ત્યારે લોકો વહેલી સવારે 4 વાગ્યાથી વેક્સિન મુકાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા, પરંતુ તેમાં પણ લોકોનો 4થી 5 કલાકે વારો આવે છે, જ્યારે કેટલાક લોકો વેક્સિન મુકાવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, જેને પગલે સુરતના નાગરિકોએ સરકારની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.

Next Story