Connect Gujarat
ગુજરાત

સુરત : જીલાની બ્રિજ ઉપર જાહેરમાં યુવાનોએ કરી જન્મદિવસની ઉજવણી, વિડીયો વાયરલ

યુવાનોએ કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી, હાલ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.

X

સુરતમાં જાણે પોલીસનો ખોફ ન હોય તેવી રીતે એક બાદ એક જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જીલાની બ્રિજ ઉપર જાહેરમાં કેટલાક યુવાનો બર્થ-ડે સેલિબ્રેશન કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશનથી લઈને અનેક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સુરતમાં એક બાદ એક લોકો બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં શહેરના જીલાની બ્રિજ ઉપર 8થી 10 યુવાનો જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી રહ્યાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થયો છે, ત્યારે આવી રીતે જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરી યુવાનો પોલીસને ચેલેન્જ ફેંફી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આ વિડીયો ગતરાત્રીના હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. યુવાનો બર્થ-ડે સેલિબ્રેશન કરતા પ્રતિબંધિત સ્પ્રે એકબીજા પર ઉડાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા આ યુવાનો પર કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તે હવે જોવું રહ્યું.

Next Story