અમેરિકમાં ટ્રમ્પ સરકારથી ભારતને થશે લાભ !
NRI ઉદ્યોગપતિએ કરી દિલ ખોલીને વાત
40 વર્ષથી અમેરિકામાં થયા છે સ્થાયી
અમેરિકાના ગુજરાતી ઉદ્યોગપતિ રિપબ્લિકન પાર્ટીના છે સભ્ય
ટ્રમ્પ સરકારમાં સારો હોદ્દો મળે તેવી આશા વ્યક્ત કરી
અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા યજ્ઞેશ પટેલ માદરે વતન આવ્યા છે.તેઓ 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય કાર્યકર્તા છે.ટ્રમ્પ સરકાર ભારત માટે શું લાભ કરાવશે તે અંગે તેઓએ રસપ્રદ વાત કરી હતી.
મૂળ સુરતના અને છેલ્લા 40 વર્ષથી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. યજ્ઞેશ પટેલ ઉદ્યોગપતિ તો છે જ પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 10 વર્ષથી સક્રિય કાર્યકર રહ્યા છે.હાલમાં જ ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે.જીજ્ઞેશ પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી તેમની પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે.જેથી આગામી સમયમાં તેમને પણ ઉચ્ચ હોદ્દા પર સ્થાન મળે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
સુરત ખાતે સામાજિક પ્રસંગમાં આવેલા યજ્ઞેશ પટેલ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે ટ્રમ્પ સરકારથી ભારતીયોને થનારા જે ફાયદા છે,તેમના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ સરકારના આવવાથી ભારતીયોને વેપારમાં ખૂબ જ સરળતાથી તેમજ એક નવો વેગ અને રસ્તો પણ મળશે.જેમાં આગળના સમયમાં ટ્રમ્પ સાથે જે પ્રકારના વ્યવહાર કર્યો હતો તેનાથી ચાર ગણો વધુ વ્યવહાર ભારતીયો અને ગુજરાતીઓ સરકાર સાથે કરી શકે તેના માટે પણ યોજનાઓ બનાવવામાં આવશે,સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ અલગ અલગ નવી પોલીસીઓ આવશે અને ખાસ ભારતીય અને ગુજરાતીઓને એચ વન વિઝા પર આવનારા કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો રહેશે નહીં,સ્ટુડન્ટ માટે પણ વિઝાના દ્વાર ખુલશે.જોકે કોઈ પણ વ્યાપાર અમેરિકા સાથે કરો તો તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ આવશ્યક હોવાનું યજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.