Connect Gujarat
ગુજરાત

સુરત : ગૂગલ પર યુવકે "સેલ કીડની ફોર મની' સર્ચ કર્યું હતું, જુઓ પછી તેના સાથે શું થયું..!

બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા.

X

સુરત શહેરના નાનપુરા વિસ્તારના યુવકે રૂપિયા 4 કરોડમાં કીડની વેચવામાં 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગૂગલ પર સર્ચ કરી સંપર્ક કરાતા ભેજાબાજોએ બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલના ડોક્ટર હોવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા. યુવકની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે.

સુરતના ચકચારિક કીડની વેચવા નીકળેલા યુવાન પાસે 14.48 લાખ પડાવી છેતરપિંડીના કેસમાં વેબસાઇટ બનાવનાર મુખ્ય આરોપી ટોટી ડાગો ગ્રેજીયોર અગેસ્ટીનને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. કોરાનાને કારણે અપાયેલા લોકડાઉનમાં એક યુવકનો ધંધો બરાબર નહીં ચાલતા તે આર્થિક ભીંસ અનુભવતો હતો. આ સમયગાળમાં યેનકેન પ્રકારે પોતાના અને બહેનના લગ્ન કર્યા હોય માથે દેવું થઇ ગયું હતું.

માનસિક તણાવ અને નકારાત્મક વિચારો આવતા હતા. એક તબક્કે કીડની વેચવાનો વિચાર આવતા તેને ગૂગલ પર "સેલ કીડની ફોર મની" એવું સર્ચ કર્યું હતું. જેમાં એક વેબસાઇટ પર ક્લિક કરી ઓપન કરતા તેમાં ડો.શિલ્પાકુમાર એવું નામ અને મોબાઇલ નંબર મળ્યો હતો. જોકે, વેબસાઇટમાં મનીપાલ હોસ્પિટલ, બેંગ્લોરનો ફોટોગ્રાફ હતો. આ મોબાઇલ નંબર કોલ કરતા કોલ રિસિવ કરી કટ કરી દેવાયો હતો. ત્યારબાદ સામેથી તે નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.

મહિલાએ પોતાનું નામ ડો.શિલ્પાકુમાર હોવાનું જણાવી કીડની સેલિંગ અંગે જરૂરી પ્રોસેસ જણાવી પર્સનલ ડિટેઇલ્સ મેળવી લીધી હતી. કીડની સેલ કરવા માટે રજિસ્ટ્રેશન ફી રૂપિયા 9999 હોવાનું જણાવાતા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ નેફોલોજી એક્ઝામીનર્સ વીથ નેશન કીડની ફેડરેશનનું સર્ટિફિકેટ મોકલી અપાયું હતું, ત્યારે આ પ્રકારણમાં ઉપયોગ થયેલા અલગ અલગ બેંકોના કુલ 8 એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂપિયા 1,31,19,125ના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું બહાર આવ્યું છે.

એટલું જ નહીં પણ આરોપીઓએ ફરીયાદી પાસે અલગ અલગ બેંકોના કુલ 6 એકાઉન્ટમાં કુલ્લે 3,14,78,400 જમા કરાવ્યા હતા. તે પૈકી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે 37,50,401 ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા અલગ અલગ દેશો જેવા કે, ઓસ્ટ્રેલીયા, કેનેડા, યુ.કે., સ્પેન, પોલેન્ડ, બેલ્જીયમ વગેરે દેશોના વિઝા અપાવવાની વિઝા ટ્રેકીંગની ફેક વેબસાઇટ બનાવી હોવાનું પણ બહાર આવ્યું છે, ત્યારે યુવકની ફરિયાદના આધારે પોલીસે વેસ્ટ આફ્રિકાના એક ભેજાબાજ આરોપીને બેંગ્લોરથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.

Next Story