Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : બજાણાના 12 પાસ યુવાને બનાવ્યું બુલેટ, હવે સ્વપ્ન છે ઇલેકટ્રીક જીપ્સીનું

રણપ્રદેશમાં રહેતાં યુવાનની કોઠાસુઝને સલામ, ભંગારમાંથી યુવાને બનાવ્યું છે ઇલેકટ્રીક બુલેટ.

X

ગુજરાતના ગામડાઓમાં અનેક પ્રતિભાશાળી યુવાનો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના માત્ર 12મા ધોરણ સુધી ભણેલા યુવાને ભંગારમાંથી ઇલેકટ્રીક બુલેટ બનાવ્યું છે.

કચ્છના રણને અડીને આવેલાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ યુવાને પોતાની આગવી કોઠાસૂઝથી વર્ષો જુના ભંગારના સાધનોમાંથી 70 થી 75 કિ.મી.ની એવરેજ આપતુ મોડીફાય કરેલુ બુલેટ બનાવ્યું છે. આ યુવાનની ઇચ્છા આગામી દિવસોમાં તેણે બનાવેલા ઇલેક્ટ્રિક બાઇક અને જીપ્સી રણમાં દોડતી થાય એવી છે. હિમાલય પર જઇને પણ બરફ વેચી આવવા સુધીનો દ્રઢ સંકલ્પ ધરાવતા બજાણા ગામના ઇમરાન મલેકે પોતાના મિત્ર માટે બુલેટ બનાવ્યું છે.

બજાણાના ઇમરાન મલેકે આ પ્રોજેક્ટ પાછળ રોજના પાંચથી છ કલાક ફાળવીને માત્ર 3 થી 4 મહિનામાં જ બુલેટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ઇમરાન મલેકે જણાવ્યું કે, મારી ઇચ્છા છે કે, મારા બનાવેલા ડિઝલ બુલેટ રણમાં દોડતા જોવા મળે. આ કામમાં મારી મદદે ફેબ્રિકેશનમાં રાજુભાઇ મીસ્ત્રી, કલરકામમાં ઇબ્રાહિમભાઇ અને ઓટો કેર સોફ્ટવેર માટે શ્રીજેશ પંચાલે મદદ કરી હતી.

ઇમરાને બનાવેલાં બુલેટમા જે પાર્ટસ દેખાઈ રહ્યા છે. એ બધા જુના પાર્ટને કલર અથવા બફિંગ કરીને ફિટ કરેલા છે. હવે જે પાર્ટ લાગશે એ બધા નવા આવશે. કચ્છના રણને જોવા માટે દેશ તથા વિદેશમાંથી સહેલાણીઓ આવતાં હોય છે ત્યારે ઇમરાન પ્રવાસીઓને રણમાં ફરવા માટે ઇલેકટ્રીક જીપ્સી બનાવવા માંગે છે. તે ફોટોગ્રાફીના શોખીનોને પક્ષીઓની વધુને વધુ નજીક લઇ જવા માંગે છે અને સાથે સાથે ઇંધણના બદલે ઇલેકટ્રીક વાહન હોવાથી પર્યાવરણની સુરક્ષાનો પણ ઇરાદો ધરાવે છે. ઇલેકટ્રીક જીપ્સી અવાજ પણ ઓછો કરશે જેનાથી વન્ય જીવોને ખલેલ પણ નહી પહોંચે... કનેકટ ગુજરાત પરીવાર ઇમરાન જેવા પ્રતિભાશાળી યુવાનોની પ્રતિભાને બિરદાવે છે.

Next Story