સુરેન્દ્રનગર: પાટડીના સવલાસ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે એક પછી એક 15 મોરના મોત, વન વિભાગ થયુ દોડતુ

કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે..

New Update
સુરેન્દ્રનગર: પાટડીના સવલાસ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે એક પછી એક 15 મોરના મોત, વન વિભાગ થયુ દોડતુ

સુરેન્દ્રનગરના પાટડીના સવલાસ ગામમાં કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત નિપજતા વન વિભહાગ દોડતુ થયુ છે રણકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલેર્ટ વચ્ચે ગરમીનો પારો 42 ડીગ્રીને પાર પહોંચતા સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સવલાસ ગામમાં કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે.

એમાંય ગામના યુવાનો દ્વારા 15 જેટલા મોરને બજાણા અભયારણ્ય વિભાગમાં જાણ કરતા બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલાની સૂચનાથી અભયારણ્ય વિભાગની રેસ્ક્યુ ટીમે તાકીદે વ‍ાહન લઇને સવલાસ ગામે દોડી જઇ ઘાયલ મોરને તાકીદે સારવાર અર્થે બજાણા કેર સેન્ટર ખાતે લાવી વેટરનીટી ડોક્ટર પાસે સારવાર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Latest Stories