સુરેન્દ્રનગર: સરલા ગામના 22 વ્યક્તિઓને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળશે ભારતીય નાગરિકતા પત્ર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામના 22 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

author-image
By Connect Gujarat Desk
New Update
Sarla Village

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે, તેમને ભારતીય નાગરિકતા પ્રદાન કરવા માટે આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામના 22 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પ્રમાણપત્રોનું વિતરણ સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) ના અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નિર્ણાયક પગલું સાબિત થશે.

Latest Stories