Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : 2 અલગ અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા,

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 20થી વધુ લોકોને ઇજા પહોચી હતી. તો બીજી તરફ, બીજી તરફ લીંબડી મોડલ સ્કૂલ નજીક પણ અન્ય અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, લીંબડી-અમદાવાદ હાઇવે પર જનશાળી પાટીયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા. તો બનાવની જાણ થતાં જ લીંમડી પોલીસ અને 5 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

તો બીજી તરફ, લીંબડી-રાજકોટ હાઈવે ઉપર પણ અન્ય એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લીંબડી મોડલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતાઓ. આ અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી 2 કલાકની જહેમત કરી મૃતદેહ બહાર કાઢીને

Next Story