Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું કરાયું આયોજન

ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૮૨ ભાઈઓ અને ૬૦ બહેનો એમ મળી કુલ ૧૪૨ જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો.આ સ્પર્ધાનો પ્રારંભ ચોટીલા તળેટી ખાતેથી ફેલગ ઓફ આપી કરવામાં આવ્યો હતો જેમાં આ સ્પર્ધામાં૮૨ ભાઈઓ અને ૬૦ બહેનો એમ મળી કુલ ૧૪૨ જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અગાઉના તમામ રેકોર્ડ તોડી ભાઈઓમાં પંચાલ રોહિત પ્રકાશભાઈ ૦૭.૪૫ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે અને બહેનોમાં કઠેચીયા અસ્મિતાબેન રમેશભાઈ ૦૮.૫૭ મિનિટ સાથે પ્રથમક્રમાંકે વિજેતા બન્યા હતા સ્પર્ધામાં વિજેતા થનાર ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.૨૫,૦૦૦, દ્વિતિય નંબર મેળવનારને રૂ.૨૦,૦૦૦ તૃતીય નંબરમેળવનારને રૂ.૧૫,૦૦૦ એમ કુલ ૧૦ નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦ના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર કેસી સંપત ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ સહિત રમત ગમતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story