Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મેથાણ ગામે તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત...

સરવાળ ગામ વચ્ચે આવેલ તળાવમાં ન્હાવા પડેલ 4 બાળકી સહિત 1 બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલ તળાવમાં ન્હાવા પડેલ 4 બાળકી સહિત 1 બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, ખેતમજૂરી કામે આવેલા 2 આદિવાસી પરિવારના 5 બાળકો દરરોજ તળાવમાં ન્હાવા જતા હતા.

આજે રોજિંદી ક્રિયા પ્રમાણે બાળકો તળાવમાં ન્હાવા પડ્યા બાદ 5 વર્ષીય પ્રિયંકા, 7 વર્ષીય દિનકી, 10 વર્ષીય અલ્કેશ, 9 વર્ષીય લક્ષ્મી અને 7 વર્ષીય સંજલાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. એક સાથે 5 બાળકોના મોતથી ગરીબ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું હતું. સ્થાનિકો દ્વારા બનાવની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સહિત ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પોલીસે અને ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી એક બાદ એક પાંચેય બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા, ત્યારે હાલ તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પાણીમાં ડૂબી જવાથી 5 બાળકોના થયેલ મોત મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story