સુરેન્દ્રનગરના વઢવાણમાં સામુહિક દૂષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુઆ સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યુ હતું.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સગા ફુઆ સહિતના 5 ઈસમો દ્વારા સગીરાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમજ અવારનવાર અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જે બાબતે વઢવાણ પોલીસ મથકમાં 5 નરાધમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે.આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોસ્કો તેમજ અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલમાં પીડિત સગીરા અને યુવકોને મેડિકલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.