Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : કુડલા ગામે 25 વર્ષ પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઇસમની કરાઇ ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના કુડલા ગામે ૨૫ વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ચોરીનાં મુદ્દામાલ તેમજ તમંચા સાથે ઝડપાયા

X

સુરેન્દ્રનગર જિલ્લાના કુડલા ગામે ૨૫ વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ચોરીનાં મુદ્દામાલ તેમજ તમંચા સાથે ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કુડલા ગામે ૨૫ વર્ષ અગાઉ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં સોના ચાંદીના દાગીના સહીતના મુદ્દામાલની ચોરી થઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે ૨૫ વર્ષ બાદ ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને રૂપિયા ૧.૫૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

આ બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રતનપર ૩૪ નંબરના બસ સ્ટેન્ડ પાસે અેક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી લઇ પુછપરછ કરતા મુળ કુડલા ગામનો અને હાલ બોટાદ રહેતો મનુભાઇ માવજીભાઇ જીલીયા હોવાની વિગતો બહાર આવી હતી. SOG ટીમે તેની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા ૨૫ વર્ષ અગાઉ તેણે કુડલામાં જ રહેતા અેક શખ્સના ઘરેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તેના ઘરના ફળીયામાં આવેલા લીમડાના ઝાડ નીચે દાટી દીધા હોવાની કબુલાત કરતા પોલીસ ટીમે તે જગ્યાઅે તપાદ કરતા ૩૦ ગ્રામ સોનાના અને ૯૨૧ ગ્રામ ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ તેના ભાઇ ભનુભાઇ ઉર્ફે ગુશી માવજીભાઇ જીલીયાને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બાર બોરના તમંચા સાથે ઝડપી લીધો હતો. બન્ને શખ્સો પાસેથી કુલ રૂપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story