Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : દુદાપૂર ગામે બાળક બોરવેલમાં ફસાયું, સેનાના જવાનોએ 40 મિનિટનું રેસક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલ વાડીની અંદર બોરમા બાળક પડવાની ઘટના બની હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલ વાડીની અંદર બોરમા બાળક પડવાની ઘટના બની હતી.સેનાના જવાનોએ 40 મિનિટના રેસક્યુ ઓપરેશન બાદ બાળકનો જીવ બચાવ્યો હતો

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામ વાડીમાં બે થી અઢી વર્ષનું બાળક રમતા રમતા બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્ર ને થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સાથે તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી સાથે તંત્ર દ્વારા ધ્રાંગધ્રા આર્મીની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી ત્યારબાદ વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. દુદાપૂરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ જેની ઉંમર અંદાજીત બે વર્ષ જેટલી છે. જે રમતા રમતા બોરમાં પડી ગયો હતો અને 20 થી 25 ફૂટે બાળક ફસાયેલ હતો. આ ઘટના બનતા ત્યાં મજૂરી કામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી.

Next Story