સુરેન્દ્રનગર : વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે “હેરિટેજ વોક” યોજાય...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આયોજન

  • ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં આયોજન થયું

  • શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

  • વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાનો પ્રયાસ

  • હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપેહેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક વઢવાણના ઐતિહાસિક હવામહેલથી શરૂ થઈ માધાવાવ સુધી પહોંચી હતીજેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિરકોટ વિસ્તારખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતુંજ્યાં દિવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતોજેણે શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજાં ઉભા કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories