સુરેન્દ્રનગર: વઢવાણની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કૂલના મકાનનો એક ભાગ ધરાશાયી

સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજા રજવાડા વખતમાં દાનમાં આવેલ રાજાશાહી વખતની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કુલની 1885માં સ્થાપના કરવામાં આવી હતી

New Update
સુરેન્દ્રનગર: વઢવાણની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કૂલના મકાનનો એક ભાગ ધરાશાયી

સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજા રજવાડા વખતમાં દાનમાં આવેલ રાજાશાહી વખતની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કૂલના મકાન નો એક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજા રજવાડા વખતમાં દાનમાં આવેલ રાજાશાહી વખતની 138 વર્ષ જુની દાજીરાજ હાઈસ્કુલની 1885માં સ્થાપના કરવામાં આવી હતી.આ વર્ષો જુની દાજીરાજ હાઈસ્કુલની જર્જરીત ઈમારતનો એક સાઈડનો ભાગ અચાનક ધસી પડતા લોકોમ નાશભાગ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દાજીરાજ હાઈસ્કુલમાં અભ્યાસ કરી ચુકેલા ભુતપૂર્વ વિધ્યાર્થી પ્રવિણસિંહ એન. પરમાર, સહિતના સ્થાનિક રહિશોએ વર્ષો જુની જર્જરીત ઈમારતને તંત્ર દ્વારા ધરાશય કરવા અને જમીનદોસ્ત કરવા માંગ છે. હાલ તો આ જર્જરીત ઈમારતનો કાટમાળ પડવાથી કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે આ ઈમારત જમીનદોસ્ત કરવા લોક માંગ ઉઠી છે.

Latest Stories